ભરૂચ : વાઘપુરા ગામે જમીનનો વિવાદ, મામલતદાર કચેરીમાંથી દસ્તાવેજો જ ગાયબ ?

ઝઘડીયા તાલુકાના વાઘપુરા ગામે જમીનનો વિવાદ સામે આવ્યો છે. વિવાદમાં મહત્વની બાબત એ છે કે, અરજદારે ઝઘડીયા મામલતદાર કચેરીમાં દસ્તાવેજો મેળવવા આરટીઆઇ કરી હતી

Update: 2022-02-14 07:43 GMT

ઝઘડીયા તાલુકાના વાઘપુરા ગામે જમીનનો વિવાદ સામે આવ્યો છે. વિવાદમાં મહત્વની બાબત એ છે કે, અરજદારે ઝઘડીયા મામલતદાર કચેરીમાં દસ્તાવેજો મેળવવા આરટીઆઇ કરી હતી જે સંદર્ભમાં મામલતદાર કચેરીમાંથી જવાબ મળ્યો છે કે તમારા દસ્તાવેજો મળતાં નથી..

ભરૂચ જિલ્લામાં એક પછી એક જમીનના વિવાદો સામે આવી રહયાં છે. ઝઘડીયાના વાઘપુરા ગામની જમીનમાં વિવાદ સામે આવ્યો છે. અરજદાર દક્ષાબેન ઠાકોરના જણાવ્યા અનુસાર તેમના પતિના પરિવારની વડીલોપાર્જિત જમીન આવેલી છે. આ જમીનના ભાગ બાબતે દક્ષાબેને કાનુની લડત શરૂ કરી છે. દક્ષાબેને આક્ષેપ કર્યો છે કે, તેમના સાસરીયાઓએ તલાટી તથા અન્ય અધિકારીઓ સાથે મેળાપીપણામાં જમીન પોતાના નામે કરાવી લીધી છે. દસ્તાવેજો ખોટા હોવાની જાણ થતાં દક્ષાબેને જમીનને લગતા દસ્તાવેજો મેળવવા માટે આરટીઆઇ કરી હતી જેના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, તમારા દસ્તાવેજો મળતા નથી. હવે સવાલ એ થાય છે કે, એક તરફ સરકાર ડીજીટલાઇઝેશનની વાત કરે છે તો દસ્તાવેજો ન મળતા હોવાનો જવાબ ગળે ઉતરતો નથી. આવો જોઇએ દક્ષાબેન શું કહે છે.

Tags:    

Similar News