ભરૂચ : ATM કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતા રીઢા આરોપીને LCB પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યો...

ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં ATM ફ્રોડના બની રહેલા બનાવો શોધી કાઢવા માટે આદેશ આપ્યા હતા.

Update: 2024-02-12 06:57 GMT

ગુજરાતના અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ, અંકલેશ્વર અને સુરત જેવા શહેરમાં ATMમાં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરી આપવાના બહાને પાસવર્ડ જાણી ATMની બદલી ફ્રોડ કરતા રીઢા આરોપીને ભરૂચ LCB પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો.

ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં ATM ફ્રોડના બની રહેલા બનાવો શોધી કાઢવા માટે આદેશ આપ્યા હતા. જેના અનુસંધાને LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ LCB ટીમોએ કામગીરી હાથ ધરી હતી. જેથી LCBની એક ટીમ અંકલેશ્વરમાં હાજર હતી, ત્યારે માહિતીના આધારે અંક્લેશ્વર એ’ ડીવીઝનમાં નોંધાયેલા ગુનામાં CCTV ફુટેજમાં દેખાતો ઇસમ અગાઉ પકડાયેલો આણંદનો રહેવાસી તુષાર અનિલ કોઠારી હોવાનું સામે આવ્યું હતું, ત્યારે તે વડોદરાની સ્કેવર હોટલ નજીક હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસની ટીમે વડોદરા રેલ્વે સ્ટેશન નજીક આવેલા સ્કેવર હોટલના વિસ્તારમાંથી તુષાર અનિલ કોઠારીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ LCB ટીમે પુછતાજ કરતાં તે ભાંગી પડતા પોતાના ગુનાની કબૂલાત કરી હતી. જેમાં તે ATM પર પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરવાના બહાને તેમનું ATM બદલી નાખી પાસવર્ડ જાણી તેમાંથી પૈસા ઉપાડી લેતો હતો. તે એક મહીના પહેલા આણંદથી અંક્લેશ્વર આવી બેંક ઓફ બરોડાના ATM પર રેકી કરી એક વૃદ્ધના ATM કાર્ડનો પાસવર્ડ જાણી તેમનું કાર્ડ બદલીને નજીકના ATM મશીનમાં જઈને કુલ 5 ટ્રાન્જેક્શન કરી કુલ રૂ. 50 હજાર ઉપાડી લીધા હતા. જેના ઉપર અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને સુરત જેવા શહેરના 31 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

Tags:    

Similar News