ભરૂચ : કંબોઇમાં મહાશિવરાત્રીનો ભરાયો મેળો, સમુદ્રના પાણીથી આપમેળે થાય છે અભિષેક

જંબુસરના કંબોઇ ખાતે આવેલાં સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીના દિવસે ભાતીગળ મેળો ભરાયો...કંબોઈના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનુ ભવ્ય મંદિર આવેલુ છે.

Update: 2022-03-01 12:05 GMT

ભરૂચના જંબુસરના કંબોઇ ખાતે આવેલાં સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીના દિવસે ભાતીગળ મેળો ભરાયો...કંબોઈના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનુ ભવ્ય મંદિર આવેલુ છે. દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરના દર્શન માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે. સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે, સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતેનું શિવલિંગ દિવસમાં બે વખત દરિયાના પાણીમાં ગરકાવ થઇ જાય છે. ભરતીમાં શિવલિંગ પાણીમાં અદ્રશ્ય થઇ જાય છે તો ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરેધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતાં હોય તેમ જણાય છે.મહા શિવરાત્રીના દિવસે સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવ ભક્તિમાં મગ્ન થયા હતાં.

Tags:    

Similar News