ભરૂચ: વોચમેન તરીકે કામ કરતા નેપાળી યુવાને ચોરીના 5 ગુનાને આપ્યો અંજામ,જુઓ પોલીસે કેવી રીતે કરી ધરપકડ

પોલીસે તિકારામ વિશ્વકર્માની અટકાયત કરી સઘન પૂછપરછ કરતાં આરોપીએ 25 દિવસમાં ચોરીના પાંચ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી

Update: 2022-12-26 08:09 GMT

ભરૂચ-અંકલેશ્વરમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપતા નેપાળી શખ્સને પકડી ક્રાઇમ બ્રાન્ચે ચોરીની 5 ઘટનાઓનો ભેદ ઉકેલ્યો છે ક્રીસમસ તહેવારના વેકેશન દરમિયાન રહેણાંક વિસ્તારના મકાનો બંધ રહે છે. આવા બંધ મકાનોમાં થતી ઘરફોડ ચોરીઓને અટકાવવા તથા મિલ્કત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવા જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે સૂચના આપી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે ઝાડેશ્વર ચોકડી નજીક ભરૂચ શહેરમાં પ્રવેશવાના રોડ ઉપર વોચ ગોઢવી બાઇક પર પસાર થઈ રહેલ એક શકમંદ ઇસમને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી કીંમતી સોના - ચાંદીના દાગીના, રોકડા રૂપિયા , અલગ અલગ કાંડા ઘડીયાળ , તાળા તોડવામાં ઉપયોગમાં આવતું ડીસમીસ સહિતની વસ્તુઓ મળી આવી હતી.

પોલીસે તિકારામ વિશ્વકર્માની અટકાયત કરી સઘન પૂછપરછ કરતાં આરોપીએ 25 દિવસમાં ચોરીના પાંચ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપી મૂળ નેપાળી છે અને તે છેલ્લા 2 વર્ષથી ભરૂચ તવરા રોડ ઉપર આવેલી અભિનવ એવન્યુમાં વોચમેન તરીકે નોકરી કરતો. દરમિયાન તેને અન્ય એક નેપાળી મીત્ર સાથે ઓળખાણ થયેલી. બાદ બંને ચોરીઓ કરવા સક્રિય થયેલ જેમાં નોકરી દરમ્યાન બંને નેપાળી ભરૂચ તથા અંકલેશ્વરની અલગ અલગ સોસાયટીઓના બંધ મકાનોની રેકી કરી રાત્રી દરમ્યાન ચોરીના ગુનાને અંજામ આપતા હોવાનું બહાર આવ્યું છે 

Tags:    

Similar News