ભરૂચ : નંદેલાવ બ્રિજના ફૂટપાથનો ભાગ ધરાશાયી થતાં દોડધામ, 5 વાહનોમાં નુકશાન, કોઈ જાનહાનિ નહીં...

શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજની બાજુમાં ચાલવા માટેના ફૂટપાથનો ભાગ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી.

Update: 2022-06-14 10:20 GMT

ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજની બાજુમાં ચાલવા માટેના ફૂટપાથનો ભાગ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં 5થી વધુ વાહનોમાં નુકશાન પહોચ્યું હતું. તો બીજી તરફ આ ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.

આજરોજ બપોરના સમયે ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજની બાજુમાં ચાલવા માટેના ફૂટપાથનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. બ્રિજનો અમુક ભાગ તૂટી પડવાની સાથે જ ત્યાં હાજર લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. આ બ્રિજની નીચે ઘણી બધી દુકાનો પણ આવેલી છે, ત્યારે બ્રિજના કાટમાળ નીચે દબાઈ જતાં 5થી વધુ વાહનોમાં નુકશાન પહોચ્યું હતું. તો બીજી તરફ આ ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. બનાવના પગલે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

તો બીજી તરફ, નંદેલાવ ઓવરબ્રિજ ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડીયાની ઔદ્યોગિક વસાહતોને દહેજ ઔદ્યોગિક વસાહત સાથે જોડતો મુખ્ય માર્ગ છે. રાજ્ય સરકારે પણ એબીસી ચોકડીથી શ્રવણ ચોકડી થઈ જંબુસર ફલાયઓવર સુધીના 3.5 કીમી લાંબા એલિવેટેડ કોરીડોરને મંજૂરી આપી છે. આ બ્રિજ ભારદારી વાહનોથી 24 કલાક સતત ધમધમતો રહે છે. એટલું જ નહીં, અગાઉ પણ આ બ્રિજના સમારકામ માટે બૂમો ઉઠી હતી. જેમાં જે તે વિભાગ દ્વારા લોખંડની એંગલો વડે માત્ર ટેકણ આપી સંતોષ માની લેવામાં આવ્યો હતો, ત્યારે હવે ફરીવાર નંદેલાવ બ્રિજનો ભાગ તૂટી પડતાં અહીથી પસાર થતાં અનેક રાહદારી સહિતના વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags:    

Similar News