ભરૂચ: પાર્ટી ડ્રગ તરીકે ઓળખાતા એફેડ્રીન બનાવવાની આખી લેબોરેટરી ઝડપાય, જુઓ કેવી રીતે બનાવવામાં આવતો હતો નશીલો પદાર્થ !

ભરૂચ પોલીસને મળી મોટી સફળતા, ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી, 3 આરોપીઓની ધરપકડ.

Update: 2021-08-26 12:21 GMT

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જંબુસરમાંથી નશીલા પદાર્થની ફેક્ટરી ઝડપી પાડી ૪ લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ ટોળકી એક સ્થાનિક પોલ્ટ્રી ફાર્મના શેડમાં કેમિકલ મેન્યુફેક્ચરર યુનિટ ઉભું કરી એફેડ્રિન ડ્રગ્સનું ઉત્પાદન કરતી હતી જેમની પાસેથી 730 ગ્રામ એફેડ્રિન ઉપરાંત ડ્રગનું લીકવીડ રો મટીરીયલ પણ કબ્જે કર્યું છે.

ભરૂચ સ્પેશીય ઓપરેશન ગ્રુપના સબ ઇન્સ્પેકટર નરેશ ટાપરીયા દ્વારા દાખલ કરાયેલી પોલીસ ફરિયાદ અનુસાર પોલીસને જંબુસર તાલુકાના સીગામ ગામમાં નશાના કારોબારની માહિતી મળી હતી. વોચ ગોઠવ્યા બાદ શંકાસ્પદ ગતિવિધિઓ જણાતાં એક પોલ્ટ્રી ફાર્મમાં રેડ કરવામાં આવી હતી. પોલ્ટ્રી ફાર્મના મલિક ભવદીપસિંહ મુકેન્દ્રસિંહ યાદવના ફાર્મ ઉપર પોલીસ પહોંચી ત્યારે કેમિકલ પ્રોસેસની પ્રક્રિયા ચાલી રહી હતી. ભવદીપસિંહ ઉપરાંત વેપલામાં ઓમપ્રકાશ સાકરીયા, અમનસિંગ નરેન્દ્રસિંગ અને નિતેષ પાંડે નામના શકશો નશાના કારોબારમાં સક્રિય હતા.

કૌભાંડમાં ચાર શખ્સોની ટોળકીએ નશાનો કારોબાર ચલાવતી હતી. ભવદીપસિંહ પોલ્ટ્રી ફાર્મનો મલિક છે જેણે જગ્યા અને પ્રોડક્શન માટે બરફની વ્યવસ્થાઓ કરી હતી. આ ઉપરાંત ઓમપ્રકાશ સાકરીયા આખી ટીમને સાથે રાખી જરૂરી ફાયનાન્સ અને અન્ય મદદો પુરી પડતો હતો. બાકીના બે આરોપી અમનસિંગ અને નિતેશ પાંડે ટેક્નિકલ એક્સપર્ટ છે. આ બંને કેમિકલના જાણકાર છે જેમને આ ડ્રગ્સ તૈયાર કર્યું હતું અને તેને આકર્ષક રંગનો દેખાવ આપ્યો હતો.પાર્ટી ડ્રગ એફેડ્રિન ઉત્પાદનનું કૌભાંડ ચિંતાનું કારણ બન્યું છે.

આ ડ્રગ્સ જે રેવ પાર્ટીઓમાં તેના ઉપયોગ માટે કુખ્યાત છે, તે વિદ્યાર્થીઓને ઝડપથી શિકાર બનાવી રહી છે. આ ડ્રગ્સનો ગેરકાયદેસર ધંધો દવાના વ્યવસાયની આડમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.પોલીસે સ્થળ પરથી ડ્રગ બનાવવાનો સમાન સહિત રૂપિયા 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આરોપીઓએ લોકલ માર્કેટમાંથી કેમિકલ લાવી ડ્રગ બનાવવાનું કારી શરૂ કર્યું હતું જો કે તેઓ ડ્રગ બનાવી માર્કેટમા સપ્લાય કરે અને યુવાધનને ખોખલુ કરે એ પૂર્વે જ પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

Tags:    

Similar News