ભરૂચ પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનિયર સિટીઝનો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ યોજાયો...

નિષ્ણાંત તબીબો દ્વારા વૃદ્ધ-વડીલોના આરોગ્યની શારીરિક તપાસ કરવામાં આવી હતી.

Update: 2023-03-18 09:42 GMT

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી ભરૂચ શહેરના એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે સિનિયર સિટીઝન માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વૃદ્ધ-વડીલોએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી ભરૂચના એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ સિનિયર સિટીઝન માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં નિષ્ણાંત તબીબો દ્વારા વૃદ્ધ-વડીલોના આરોગ્યની શારીરિક તપાસ કરવામાં આવી હતી. જેમાં ડાયાબિટીસ, બીપી, કાર્ડિયોગ્રામ સહિતના રીપોર્ટ કાઢી જરૂરિયાતમંદો માટે વધુ સારવારની વ્યવસ્થા કરાય હતી. આ સાથે જ અલગ અલગ રોગ અંગે કેમ્પમાં ઉપસ્થિત લાભાર્થીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે સિનિયર સિટીઝનોને અન્ય કોઈપણ સમસ્યા માટે મદદની ખાતરી આપી ભરૂચ પોલીસ હમેશા તેઓ સાથે હોવાનું જણાવ્યુ હતું. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારીઓ, પોલીસકર્મીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી વૃદ્ધ-વડીલો ઉપસ્થિત રહ્યા હતા. તો ભરૂચ પોલીસ તંત્રએ પણ મેડિકલ ચેકઅપ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Tags:    

Similar News