ભરૂચ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું કોંગી સાંસદ અધિર રંજન ચૌધરીએ અપમાન કરતાં જંબુસર તાલુકા ભાજપમાં રોષ...

કોંગી નેતાએ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્નિ તરીકે સંબોધી પોતાની માનસિકતા છતી કરી છે

Update: 2022-07-29 10:19 GMT

દેશના 15મા અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કોંગી નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપત્નિ તરીકે સંબોધિત કરતા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા ભાજપ દ્વારા સખત વિરોધ નોંધાવી મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.

કોંગી નેતાએ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્નિ તરીકે સંબોધી પોતાની માનસિકતા છતી કરી છે. આ અપમાન દેશ, રાષ્ટ્રપતિ જ નહીં પણ સમગ્ર આદિવાસી જનતાનું પણ છે. દેશના બંધારણીય વડા તરીકે સર્વોચ્ચ સ્થાને રહેલા રાષ્ટ્રપતિ સાથે નારી શક્તિનું અપમાન છે. જેનો ભાજપા દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજરોજ જંબુસર તાલુકા ભાજપ અને આદિજાતિ મોરચા દ્વારા તાલુકા પ્રમુખ બાલુ ગોહીલની આગેવાનીમાં મામલતદાર જંબુસરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં માજી ધારાસભ્ય કિરણ મકવાણા, શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢીયાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News