ભરૂચ: નેશનલ હાઇવે પર ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો પલટી જતા દોડધામ

ભરૂચ નજીક નેશનલ હાઇવે પર અસુરીયા પાટિયા નજીક ગેસ સિલિન્ડર ભરેલ ટેમ્પો પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.

Update: 2024-02-13 06:19 GMT

ભરૂચ નજીક નેશનલ હાઇવે પર અસુરીયા પાટિયા નજીક ગેસ સિલિન્ડર ભરેલ ટેમ્પો પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.

નેશનલ હાઇવે પર મુંબઈ તરફથી એક આઇસર ટેમ્પો નં. MH 15 DK 9599 રાંધણ ગેસના સિલિન્ડર ભરી વડોદરા તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન ભરૂચના અસુરીયા પાટિયા પાસે ટેમ્પો પલટી જતા રસ્તા પર ગેસના સિલિન્ડર પડતા દોડધામ મચી જવા પામી હતી.અકસ્માતમાં ટેમ્પા ચાલક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માતની જાણ નબીપુર પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટેમ્પોને ક્રેઇનની મદદથી રસ્તાની બાજુએ ખસેડી ગેસના સિલિન્ડરો હટાવી ટ્રાફિકજામ હળવો કર્યો હતો. સદનસીબે આ ગેસ સિલિન્ડરો ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

Tags:    

Similar News