ભરૂચ: અંકલેશ્વર શહેર વિસ્તારમાં પાણીનો બગાડ કર્યો છે તો નળ અને ડ્રેનેજ કનેકશન કપાઈ જશે

અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-3માં આવેલ મહાકાળી મંદિર ખાતે પેવર બ્લોક અને પાણીની લાઈનનું ખાતમુહૂર્ત કરાયું.

Update: 2022-01-03 08:16 GMT

અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-3માં આવેલ મહાકાળી મંદિર ખાતે પેવર બ્લોક અને પાણીની લાઈનનું ખાતમુહૂર્ત કરાયું. સાથે જ તેઓએ પંચાટી બજાર વિસ્તારની પણ મુલાકાત લીધી હતી અને પાણીનો બગાડ કરનાર લોકોને સૂચના આપી હતી

અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-3માં મિરા ઓટો ગેરેજ સામે આવેલ મહાકાળી માતાના મંદિરે આવતા શ્રધ્ધાળુને અગવડ પડતી હતી જેને પગલે મંદિર ખાતે પેવર બ્લોક અને પાણીની લાઇન માટે કનેકશન કરવા માટે નગર પાલિકા કચેરીએ રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી નગર પાલિકા દ્વારા રૂપિયા 5 લાખના ખર્ચે પાણીની લાઇન અને પેવર બ્લોક માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે જેનું આજરોજ નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા,કારોબારી ચેરમેન સંદીપ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સ્થાનિક નગર સેવકો અને મંદિરના પૂજારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે જ નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા અને અધિકારીઓ પંચાટી વિસ્તારમાં પહોંચ્યા હતા અને પાણીનો બગાડ કરતાં લોકોને સૂચના આપી હતી. તેઓએ જણાવ્યુ હતું કે આજે સૂચના આપવામાં આવી છે જો પાણીનો બગાડ નહીં અટકાવે તો નળ અને ડ્રેનેજ કનેકશન કાપી નાંખવામાં આવશે

Tags:    

Similar News