ભરૂચ: વિડીયો બનાવી પડકાર ફેંકનાર આરોપીને પોલીસે કરાવ્યુ કાયદાનું ભાન,જુઓ વિડીયો

ટ્રીપલ મર્ડર વીથ લૂંટના ગુનામાં ભરૂચ સબ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી વીડિયો રીલ બનાવીને પોલીસને ચેલેંજ આપતો હતો.

Update: 2023-02-05 07:46 GMT

અંકલેશ્વરના તાલુકા પોલીસ મથકના ટ્રીપલ મર્ડર વીથ લૂંટના ગુનામાં ભરૂચ સબ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી વીડિયો રીલ બનાવીને પોલીસને ચેલેંજ આપતો હતો. આ આરોપીને ભરૂચની પેરોલ ફર્લો સ્કોડની ટીમે અમરેલી ખાતેથી દબોચી લઈને પુનઃ સબજેલમાં મોકલી આપ્યો છે

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ટ્રીપલ મર્ડર વીથ લૂંટના ગુનાના કામનો આરોપી ભરૂચ સબ જેલમાંથી વચગાળાના જામીનમાં મુક્ત થઈને નાસતો ફરતો હતો. જે આરોપી નિતેશ ઉર્ફે કાળીયો કલ્યાણ સોલંકીએ રીલ બનાવીને પોલીસને ચેલેંજ આપી હતી. તેની ચેલેંજ પણ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમે સ્વીકારી લઈને આરોપી નિતેશને અમરેલી જિલ્લામાંથી ઝડપી પાડી ભરૂચ સબ જેલમાં મોકલવામાં આવ્યો છે.

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા ટ્રિપલ મર્ડર અને લૂંટના ગુનામાં આરોપી નિતેશ ઉર્ફે કાળીયો કલ્યાણ સોલંકીને ભરૂચ સબ જેલ ખાતે આરોપી તરીકે સજામાં મોકલવામાં આવ્યો હતો. કોર્ટના હુકમથી તા.5મી ફેબ્રુઆરી 2022ના રોજ વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જેને 7મી ફેબ્રુઆરીના રોજ પુનઃ સબજેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થતા ફરાર થઈ ગયો હતો જેથી ભરુચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટિલની સૂચનાના આધારે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

Tags:    

Similar News