ભરૂચ: ટ્રાફિકને નડતરરૂપ દબાણો પોલીસ દ્વારા દૂર કરાવવામાં આવ્યા,શાકભાજી બજારનું કરાયુ લોકાર્પણ

ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવા પોલીસે સૂચના આપતા દબાણ કર્તાઓ તેઓનું દબાણ રાત દિવસ એક કરી દૂર કરી દીધુ હતુ

Update: 2023-10-06 10:36 GMT

ભરૂચના વાગરા નગરમાં ઠેર ઠેર ટ્રાફિક સમસ્યામાં દિનપ્રતિદિન ઉત્તરો ઉત્તર વધારો થતા પ્રજાજનોને તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.જેથી અનેક વખતની સ્થાનિક તેમજ ઉચ્ચ કક્ષાએ થયેલ રજૂઆતો તેમજ ફરિયાદો સંદર્ભે નગરની શાકભાજી તેમજ ફ્રુટની લારીઓ વાળાને પોલીસે અલ્ટીમેટમ આપતા વાગરાના દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો હટાવી લીધા હતા.નગરમાં આવેલ મેઇન રોડની સાઈડમાં શાકભાજીનો ધંધો કરતા લારીઓ વાળાએ સ્વેચ્છિક રીતે પોતાની લારીઓ હટાવી લીધી હતી.

ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવા પોલીસે સૂચના આપતા દબાણ કર્તાઓ તેઓનું દબાણ રાત દિવસ એક કરી દૂર કરી દીધુ હતુ. ડેપો વિસ્તારમાં શાકભાજીના વ્યવસાય સાથે જોડાયેલા વ્યાપારીઓને ગ્રામ પંચાયત દ્વારા ફાળવેલ જગ્યાએ વાગરા પો.સ.ઇ. અનિતા જાડેજા સહિતના પોલીસ સ્ટાફ તેમજ નગરના અગ્રણી જાબિર પટેલની હાજરીમાં કન્યાશાળાની બાળાઓના હસ્તે રીબીન કપાવી શાકમાર્કેટ વેપારીઓને સમર્પિત કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે વાગરા નગરના વેપારીઓએ પોલીસ કર્મીઓને ફુલહાર થકી સન્માનિત કરાયા હતા.

Tags:    

Similar News