ભરૂચ : રાજપારડી ભૂંડવા ખાડીનું પાણી પુલ પર ફરી વળ્યું, યુનિટીને જોડતો માર્ગ બંધ કરાયો

રાજપારડી નજીક ભૂંડવા ખાડીનું પાણી પુલ પર ફરી વળતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે.

Update: 2022-07-12 09:50 GMT

રાજપારડી નજીક ભૂંડવા ખાડીનું પાણી પુલ પર ફરી વળતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનાં રાજપારડી નજીક આવેલી ભૂંડવા ખાડીનું પાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા સ્ટેટ હાઇવેના પુલ પર ફરી વળતાં આ માર્ગ સદંતર બંધ થયો હતો, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભૂંડવા ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતાં ખાડીનું પાણી પુલ પર ફરી વળ્યું હતું, જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો, રાજપીપળા રાજપારડી થી ઝઘડિયા અંકલેશ્વર ભરૃચ સુરત તરફ જતા વાહનચાલકો અટવાયાં હતાં, પુલ પર પાણી ફરી વળતાં આરએનબીના નાયબ એન્જિનિયર સ્થળ પર દોડી આવ્યા હતા અને રાજપારડી પોલીસને સાથે રાખી આ માર્ગ પર વાહનોની અવર જવર બંધ કરવામાં આવી હતી, રસ્તો બંધ થઈ જતાં વાહનોની લાંબી કતારો લાગી હતી પુલ પર ફરી વળેલા પાણીના દ્રશ્યો જોવા માટે લોક ટોળા ઉમટી પડયાં હતાં.

Tags:    

Similar News