ભરૂચ મુરઝાયેલા ફૂલના ધંધા માં દશેરાએ જોવા મળી તેજી,લોકોએ અઢળક ફૂલો ખરીદ્યા

ભરૃચની પૂર્વ પટ્ટી પર ખૂબ મોટા પ્રમાણમાં ગલગોટા,ગુલાબ સહિત વિવિધ ફૂલોની ખેતી થાય છે.

Update: 2023-10-24 08:34 GMT

નવરાત્રીમાં ફૂલના ધંધામાં મંદી રહેતા ફૂલના વ્યવસાયકારો ચિંતામાં મુકાયા હતા પણ આઠમ થી દશેરા દરમ્યાન ફૂલોની માંગ વધતા વેપારીઓના ચહેરા ખીલી ઉઠ્યા હતા. ભરૃચની પૂર્વ પટ્ટી પર ખૂબ મોટા પ્રમાણમાં ગલગોટા,ગુલાબ સહિત વિવિધ ફૂલોની ખેતી થાય છે.જેની માંગ ભરૃચ ઉપરાંત અન્યત્ર પણ જોવા મળે છે.

ભરૃચના ફૂલ બજારમાં આ વર્ષે ફૂલોની સીઝન કહેવાય તેવા નવરાત્રીની શરૂઆત થવા છતાં ફૂલની માંગ ઓછી રહેતા કેટલાયે ટન ફૂલ વેપારીઓને ફેંકી દેવાની ફરજ પડતાં મંદીના ડરથી કપાળે ચિંતાની રેખાઓ ઉપસી આવી હતી.પણ નવરાત્રીની આઠમથી ફૂલોના બજારમાં તેજી આવવા માંડી હતી અને દશેરાએ તો ઘોડો પૂરપાટ વેગે દોડતા મુરઝાયેલા ફૂલોના વેપારીઓના ચહેરા પણ ફૂલની જેમ ખીલી ઉઠ્યા હતા.આગામી દિવસોમાં પણ વિવિધ તહેવારો અને તે બાદ લગ્નસરાની શરૂઆત થનાર હોય ફૂલના બજારમાં તેજી રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે

Tags:    

Similar News