ગાંધીનગર : અંકલેશ્વર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પદના ઉમેદવાર સહિત 200થી હોદ્દેદારો ભાજપમાં જોડાયા...

અંકલેશ્વર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પદના ઉમેદવાર નારાજ, મગન પટેલ સહિત 200થી વધુ હોદ્દેદારો ભાજપમાં જોડાયા

Update: 2022-11-15 13:09 GMT

ગાંધીનગર સ્થિત ભાજપ કમલમ ખાતે ભરૂચ જીલ્લાના અંકલેશ્વર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પદના ઉમેદવાર મગન પટેલ સહિત 200થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા જ ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં કોંગ્રેસ ફરીવાર તૂટી છે. અંકલેશ્વર વિધાનસભાના કોંગ્રેસના દાવેદારીની હોડમાં રહેલા અને ગત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનેલ મગન પટેલને કોંગ્રેસે ટિકિટ ન આપતા નારાજગી દર્શાવી પક્ષના હોદ્દા અને સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. ભરૂચ જીલ્લા કોંગ્રેસના સંગઠનમાં ફરી ભંગાળ સર્જાયું છે, ત્યારે મગન પટેલે પોતાની નારાજગી દર્શાવી પ્રદેશમાં સ્થાન ધરાવતા કોંગી આગેવાન સંદીપ માંગરોળ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેઓએ પોતાની સાથે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારના 200થી વધુ કાર્યકરોએ રાજીનામા આપ્યા હોવાનું પણ જણાવ્યું હતું. તેમની સાથે તાલુકા પ્રમુખ દેવેન્દ્ર પ્રસાદ ઉપાધ્યાય, મોહંમદ કલીમ શાહ, મનસુખ રાખશીયા, વિનય પટેલ સહિતના સક્રિય આગેવાનો અને કાર્યકરોએ રાજીનામા ધરી દીધા હતા, ત્યારે આજે તેઓ પોતાના સમર્થકો સાથે ગાંધીનગર સ્થિત ભાજપ કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી તમામને આવકાર્યા હતા. આમ ચૂંટણી પહેલા ફરીવાર અંકલેશ્વર કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે.

Tags:    

Similar News