અમદાવાદ : ભગવાન જગન્નાજી નીકળશે નગરચર્યાએ, પોલીસે બંદોબસ્તની તૈયાર કરી સ્કીમ

અષાઢી બીજના દિવસે નીકળશે રથયાત્રા, કોરોનાના કારણે સિમિત કરાયાં કાર્યક્રમો.

Update: 2021-07-07 10:58 GMT

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષી પોલીસ તથા પેરા મિલિટરી ફોર્સે બંદોબસ્તની સ્કીમ તૈયાર કરી લીધી છે. દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રા તમામ રૂટ પર પોલીસે બંદોબસ્ત અંગેની સ્કીમ તૈયાર કરી દીધી છે. આ ઉપરાંત પેરામિલેટ્રી ફોર્સ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દરિયાપુર વિસ્તારને સૌથી વધારે સંવેદનશીલ વિસ્તાર કહેવાય છે.

એકલા દરિયાપુર વિસ્તારમાં જ બંદોબસ્ત માટે 3 હજાર કરતાં વધારે પોલીસ કર્મચારીઓને ગોઠવવામાં આવશે. આજે દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે આજે તમામ પોલીસ અધિકારી અને જવાનોને એકત્ર કરી દરિયાપુરની ભૌગોલિક સ્થિતિ અને પોઇન્ટ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરકારે હજી રથયાત્રાની મંજુરીની સત્તાવાર જાહેરાત કરી નથી પણ પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Tags:    

Similar News