અમરેલી : રાજુલાના ડુંગર રોડ પર ખાનગી ટ્રાવેલ્સની 2 બસ વચ્ચે અકસ્માત સર્જાતા 8 લોકોને ઇજા...

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર રોડ ઉપર 2 ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત સર્જાતા 8 લોકોને ઇજા પહોચી હતી.

Update: 2023-11-17 06:42 GMT

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર રોડ ઉપર 2 ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત સર્જાતા 8 લોકોને ઇજા પહોચી હતી.

મળતી માહિતી અનુસાર. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર રોડ ઉપર વહેલી સવારે 2 ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. બન્ને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બસમાં સવાર 7થી 8 લોકોને ઈજા પહોંચી હતી. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડુંગર રોડ ઉપર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેને ડુંગર પોલીસે હળવો કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

Tags:    

Similar News