અમરેલી : સાવરકુંડલામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર...

સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગ પર વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જેસીબી અને બુલડોઝર ફેરવી કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

Update: 2023-02-28 10:17 GMT

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગ પર વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જેસીબી અને બુલડોઝર ફેરવી કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

Full View

અમરેલીના સાવરકુંડલા શહેરમાં વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 5 દિવસથી જાહેર નોટિસ મારફતે કોમર્શિયલ દબાણો તેમજ જાહેર રસ્તાના દબાણો દૂર કરવા મેગા ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અમરેલી એસપી, 2 DYSP, 5 પીઆઇ, 17 પીએસઆઇ, 400 પોલીસકર્મીઓ, મામલતદાર, પ્રાંત કલેકટર, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત અલગ અલગ 4 વિભાગમાં ઝોન પાડીને દરેક વિસ્તારોના કોમર્શિયલ દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી મળ્યું હતું.

સાવરકુંડલા શહેરમાં નદી બજારમાં પાલા કેબીન જેમાં ખાસ કરીને ગરીબ ધંધાર્થીઓને ધંધા-રોજગારો અંગે નામદાર હાઇકોર્ટે મનાઈ હુકમ આપીને સ્ટે આપેલો તેવા પાલા કેબીન ધારકો વિરુદ્ધ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જોકે, શહેરમાં આવી મેગા ડિમોલેશન પ્રક્રિયા પ્રથમવાર થઈ કરવામાં આવી રહી છે. તેવામાં સ્વેચ્છાએ 80 ટકા દબાણકર્તા આસામીઓ દ્વારા પોતાના દબાણો દૂર કર્યા હોય, ત્યારે નાના અને ગરીબ ધંધાર્થીઓની રોજીરોટી છીનવાઈ ગઈ હોય તેવી પ્રતીતિ પણ તેઓ કરી રહ્યા હતા. આ અંગે અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા મહુવા રોડ, જેસર રોડ, નેસડી રોડ, અમરેલી રોડ પરના દબાણો સાથે જૂના બસ સ્ટેન્ડ અને લીમડી ચોક વિસ્તારમાં અસામાજિક તત્વોએ કરેલા દબાણો પણ દૂર કરાયા હોવાનું જણાવ્યું હતું.

Tags:    

Similar News