અમરેલી : સિંહ યુગલનો આતંક, ખાંભાના નાની ધારીમાં સિંહ યુગલે 18 વર્ષીય યુવકને દબોચ્યો

અમરેલીમાં ખાંભામાં સિંહનો આતંક વધ્યો,સિંહ યુગલે 18 વર્ષીય યુવકને મોથી દબોચ્યો

Update: 2022-07-24 05:56 GMT

અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટની અસ્થિર મગજની થયેલી સિંહણ બાદ ખાંભાના નાની ધારીમાં સિંહણ અને સિંહે યુવક પર હુમલો કર્યો હતો અને લગભગ 8 કલાકની જહેમત બાદ પણ સિંહ સિંહણના કબજામાંથી વન વિભાગને યુવકના માત્ર બે પગ મળી આવ્યા.

અમરેલી જિલ્લામાં સિંહનો ખૌફ વધી રહયો હોય તેમ અઠવાડિયા અગાઉ જ જાફરાબાદના બાબરકોટ નજીક એક સિંહણ દ્વારા 6 વ્યક્તિઓ પર હુમલો કરવાની શાહી સુકાઈ નથી ત્યાં ખાંભા ગીરના નાની ધારીના પાદરમાં સમી સાંજે ખેત મજૂરી કરીને પરત ફરતા પરપ્રાંતીય 18 વર્ષીય યુવકને એક સિંહણ મોથી પકડીને ઉઠાવીને લઈ જતા ફફડાટ ફેલાઈ ગયો હતો. એક સિંહણ સાથે સિંહ નાની ધારીના મધુ વાળાની આંબાવાડીમાં જતા રહેતા રાત્રીના 1 વાગ્યા સુધી સિંહ અને સિંહણ મૃત યુવકના શબ પરથી હટયા ન હતા અને વનવિભાગનો મસમોટો સ્ટાફ સિંહ સિંહણને મૃત યુવકને છોડવવા પગે પરસેવો પાડી રહ્યા હતા. ખાંભા મામલતદાર, પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ને નાની ધારીના 200 જેટલા લોકો પણ સિંહ સિંહણના પંજામાંથી મૃત યુવકને છોડવવા ટ્રેકટર સહિતના કારનામા અજમાવ્યા હતા પણ મૃત યુવકના ફક્ત બે પગ વનવિભાગને મળ્યા હતા અને બને પગ લઈને વનતંત્રના કર્મીઓ ખાંભા સરકારી દવાખાને પહોંચ્યા હતા.

Tags:    

Similar News