અરવલ્લી : મોડાસાના ભવાનીપુરાકંપામાં પરંપરાગત નવરાત્રી મહોત્સવની ઉજવણી

મોડાસામાં જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં પરંપરાગત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે

Update: 2023-10-22 09:38 GMT

અરવલ્લી જિલ્લાના મોડાસામાં જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં પરંપરાગત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે

અરવલ્લી જિલ્લામાં નવરાત્રી મહોત્સવને લઇને ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મોડાસા તાલુકાના ભવાનીપુરાકંપામાં પરંપરાગત નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.વર્ષોથી અહીં માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ત્યારબાદ ગામના મંદિરે માતાજીના ચાંચર ચોકમાં ગ્રામજનો ગરબે ઘૂમતા હોય છે.છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીં પરંપરાગત વેશભૂષા કાર્યક્રમ યોજવામાં આવે છે, જે આજે પણ યથાવત જોવા મળી હતી.ગ્રામજનોનું કહેવું છે કે, માતાજીની પૂજાની સાથે સાથે તેમના પશુઓ સ્વસ્થ અને નિરોગી રહે તે માટે વિશેષ પૂજા અર્ચના પણ નવરાત્રી મહોત્સવમાં ગ્રામજનો કરતા હોય છે.

Tags:    

Similar News