અરવલ્લી: કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં દારૂનો મુદ્દો ઉછળ્યો,મહિલા દ્વારા કરવામાં આવી રજૂઆત

પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસાના ચાર રસ્તા પર આવેલી મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે જનમંચ કાર્યક્રમ યોજાયો હતો.

Update: 2023-06-29 06:53 GMT

કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લામાં જનમંચ કાર્યક્રમો યોજવાનું અને આ કાર્યક્રમોમાં જનતાના પ્રશ્નો સાંભળીને આ પ્રશ્નો વિધાનસભા સુધી લઈ જવા માટે પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતાઓ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. એ મુજબ મોડાસા ખાતે જનમંચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસાના ચાર રસ્તા પર આવેલી મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે જનમંચ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિધાનસભા કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા, રાજેન્દ્રસિંહ ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પૂવર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ ગટર, પાણી, રસ્તાની રજૂઆતો કરી હતી. ખાસ મોડાસાના સર્વોદય વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમના વિસ્તારમાં 40થી વધુ દારૂના અડ્ડા ચાલતા હોવાનું જણાવ્યું હતું. વિપક્ષ નેતા અમિત ચાવડાએ આ પ્રશ્નને વિધાનસભા સુધી લઈ જવા ખાતરી આપી હતી. જરૂર પડે આ બાબતે જન આંદોલન કરવાનું પણ જણાવ્યું હતું.

Tags:    

Similar News