બનાસકાંઠા: કુપોષણ યોજના અંતર્ગત લાભ અપાવવા માટે રૂ.1 હજારની લાંચ લેતી આરોગ્ય વિભાગની 2 મહિલા કર્મચારી ઝડપાય

લાંચિયા અધિકારીઓ સામે કેટલાય સમયથી રાજ્યની એસીબી લાંચિયા સરકારી બાબુઓ પર ગાળિયો કસી રહી છે

Update: 2021-12-23 12:20 GMT

રાજ્યમાં અનેક સમયથી સરકારી કામોમાં અને સરકારી યોજનામાં લાંચ માંગવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે તો આવા લાંચિયા અધિકારીઓ સામે કેટલાય સમયથી રાજ્યની એસીબી લાંચિયા સરકારી બાબુઓ પર ગાળિયો કસી રહી છે ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં બાળકીઓના આરોગ્ય વિભાગની કુપોષણ યોજના અંતર્ગત તેમને મળવાપાત્ર થતી સરકારી સહાય રૂ.૫૦૦૦/ મેળવવા માટે ન્યુટ્રીશયન આસીટન્ટ અને હેલપરે 1000 ની લાંચ માંગી હતી આ બાબતે ફરિયાદીએ એસીબીને ફરિયાદ કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચ પેટે 1000 હજાર રૂપિયા લેવા જતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપી ટીના દેવડા અને વસંતિ ચૌહાણ બને સામે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Tags:    

Similar News