ભાવનગર : સર ટી હોસ્પિટલના કર્મચારીઓને છુટા ન કરવા કોંગ્રેસની રજુઆત

ભાવનગર ખાતે આવેલી સર.ટી. હોસ્પિટલમાં સિક્યુરીટી, પેરામેડિકલ સ્ટાફને છુટો ન કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસે સુપ્રીટેન્ડેટન્ટને આવેદનપત્ર આપી રજુઆત કરી છે.

Update: 2021-07-22 13:53 GMT

ભાવનગર ખાતે આવેલી સર.ટી. હોસ્પિટલમાં સિક્યુરીટી, પેરામેડિકલ સ્ટાફને છુટો ન કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસે સુપ્રીટેન્ડેટન્ટને આવેદનપત્ર આપી રજુઆત કરી છે.

ભાવનગર શહેરની સરકારી સર.ટી. હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટરે સિક્યુરીટી તથા પેરામેડીકલના કેટલાક સ્ટાફને છુટા કરી દેતા કર્મચારી આલમમાં ભારે રોષ ફેલાયો છે. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ સર.ટી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ બ્રહ્મભટ્ટને રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સિક્યુરીટી અને પેરા મેડિકલ સ્ટાફને નોકરી પર ફરીથી લેવા માટે રજુઆત કરી છે. કોરોના મહામારી દરમિયાન પોતાના જીવના જોખમે મુકીને કામ કરતા સ્ટાફને છુટો ન કરવા પણ રજુઆતો કરવામાં આવી હતી. 50 વર્ષ ઉપરના કર્મચારીઓને છૂટા કરી દેવાતા તેમજ પગારમાં શોષણના મુદ્દે કોંગ્રેસે આંદોલનની શરૂઆત કરી છે. આ પ્રસંગ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી, ધારાસભ્ય કનુભાઇ બારૈયા સહિત કાર્યકરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Tags:    

Similar News