ભાવનગર : પવિત્ર શ્રવણ માસમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી,જાણો મંદિરનો મહિમા

આ છે ભાવનગરથી 24 કિલોમિટરના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. મહાભારતના યુદ્ધ પછી નિષ્કલંક થવા પાંડવોએ અહીં સ્નાન કર્યું હતું.

Update: 2022-07-31 11:32 GMT

ભાવનગરના ઘોઘા તાલુકાના કોળીયા ગામના દરિયા કિનારે પ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવનું મંદિરે શ્રાવણ માસમાં દેશના અન્ય રાજ્ય અને ભાવનગર સહિત અનેક શ્રદ્ધાળુઓ દર્શને આવે છે ત્યારે આવો જાણીએ મહાદેવનો મહિમા....

આ છે ભાવનગરથી 24 કિલોમિટરના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. મહાભારતના યુદ્ધ પછી નિષ્કલંક થવા પાંડવોએ અહીં સ્નાન કર્યું હતું. પાંડવોએ સ્થાપેલી પાંચ શિવલિંગ અહીં આવેલા છે.જ્યાં પાંડવોએ મહાભારતના યુદ્ધ બાદ પોતાના ભાઈ ગુરુઓના વધના કલંકથી મુક્ત થવા શ્રીકૃષ્ણ ભગવાનના આદેશનું પાલન કરીને દરિયા કિનારે પૃથ્વીની પરિક્રમણ કરતા કરતા પહોંચ્યા હતા. જ્યાં ભગવાના આદેશ દ્વારા તેઓ એ શિવ ભગવાનની સ્થાપના કરી હતી. અહીંયા આગળ પાછળ પાંડવોએ અલગ અલગ પાંચ મહાદેવની પૂજા કરી હતી. ભગવાન શિવનીપૂજા અર્ચના કરતા પાંડવો ભાઈ અને ગુરુઓના વધના કલંકથી મુક્ત થયા હતા. જેથી આ ધમનું નામ નિષ્કલંક મહાદેવ પડ્યું હતું. તેમજ અહીંયા શ્રદ્ધાઓ દ્વારા દર્શન કરીને કલંકથી મુક્ત થવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે શ્રાવણ માસના શુભ મહિને અહીં ભારતના અન્ય રાજ્યઈ માંથી તેમજ ગુજરાતના જિલ્લા માંથી મોટી સંખ્યામાં લોકો શિવજીની પૂજા અને અર્ચના કરવા આવે છે.

ભાવનગરનું નિષ્કલંક મહાદેવ મંદિર હિન્દુ ધર્મનો એક આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં શ્રાવણ માસમાં ભગવાનના દર્શન કરવા માટે લાખો લોકો આવતા હોય છે, ત્યારે શ્રાવણ માસમાં દરિયામાં ચોખ્ખો રસ્તો હોય છે કારણ કે આમ દિવસની અંદર આ દરિયામાં કાદવ જોવા મળે છે પરંતુ શ્રાવણમાં દરિયામાં લોકો ચાલી શકે તેવો ચોખો રસ્તો જોવા મળે છે તેમજ ભાદરવી અમાસના દિવસે આ શિવલિંગની સ્થાપના થઈ હોવાથી અહીં ભાદરવી અમાસમાં મોટો મેળાનું આયોજન પણ થાય છે. જેમાં પાંચ લાખથી વધારે શ્રદ્ધાળુ દર્શન કરવા તેમજ આ દરિયામાં સ્નાન કરવા આવતા હોય છે.

Tags:    

Similar News