ભાજપે અમદાવાદથી કરી વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત, જાણો કઈ રીતની છે તૈયારીઓ

ગુજરાતમાં ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો શુભારંભ કર્યો છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વોલ પેઈન્ટિંગ દ્વારા પ્રચાર કેમ્પેઇન શરૂ કર્યું છે.

Update: 2022-03-14 08:07 GMT

ગુજરાતમાં ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો શુભારંભ કર્યો છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વોલ પેઈન્ટિંગ દ્વારા પ્રચાર કેમ્પેઇન શરૂ કર્યું છે. ભાજપે કાર્યકરોમાં ઉત્સાહ વધારવા વોલ પેઈન્ટિંગ ની શરૂઆત કરાવી છે. વોલ પેઈન્ટિંગ માં 5 વર્ષના કામોને લખવામાં આવશે. આ અંગે સી.આર.પાટિલે કહ્યું કે, ફક્ત વાયદાઓ નહીં કરેલા કામોને વોલ પર મુકવામાં આવશે.

તાજેતરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી નું પરિણામ આવ્યા બાદ ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધુ વધ્યો છે. હવે તમામ કાર્યકર્તાઓ ને નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. ભારતીય જનતા પાર્ટી છેવાડાનાં પ્રત્યેક લોકોની પડખે છે એમની સુખાકારી માટે સતત કાર્યશીલ છે. આ વાત ગામડે-ગામડે અને ઘરે ઘરે પહોંચે એ માટે વોલ પેઇન્ટિંગની શરૂઆત કરી છે. દેશના ચાર રાજ્યોમાં ભવ્ય જીત અને ગુજરાતમાં મેગા રોડ શો બાદ હવે એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે શું રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે. આ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે શનિવારે સ્પષ્ટતા કરતા કહ્યું કે વહેલી ચૂંટણી યોજવાની કોઈ માંગણી ભાજપ તરફથી કરવાના નથી.

ગુજરાતમાં ચૂંટણી ક્યારે યોજવી તે અંગે ચૂંટણી પંચ જ નિર્ણય લેશે. આ પૂર્વે ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય બાદ ગુજરાતમાં ડિસેમ્બર ના બદલે મે કે જૂન મહિનામાં જ ચૂંટણી યોજાશે તેવી ચર્ચા થઈ રહી હતી.આ ઉપરાંત પીએમ મોદીની બે દિવસની મુલાકાતે રાજ્ય વિધાનસભાની વહેલી ચૂંટણી યોજાવાની અટકળોને રાજકીય વર્તુળોમાં તેજ કરી દીધી છે. દેશમાં ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ તેનો લાભ લેવા ગુજરાતમાં પણ વહેલા ઇલેક્શન કરાવવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે આ બધા નિવેદનો વચ્ચે એક બાબત તો સ્પષ્ટ છે કે ભાજપે ઇલેકશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેમજ ગમે ત્યારે ઇલેક્શન આવે તો 150 ના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ભાજપ કટિબદ્ધ છે.

Tags:    

Similar News