બોટાદ : સાળંગપુર-કષ્ટભંજન દેવને હિમાલયની ઝાંખીનો દિવ્ય શણગાર, દર્શન કરી હરિભક્તો ધન્ય બન્યા.

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ધનુરમાસ નિમિત્તે શનિવારના રોજ દાદાને ભવ્ય આબેહુબ હિમાલયનો શણગાર કરવામાં આવ્યો હતો

Update: 2022-01-08 09:18 GMT

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ધનુરમાસ નિમિત્તે શનિવારના રોજ દાદાને ભવ્ય આબેહુબ હિમાલયનો શણગાર કરવામાં આવ્યો હતો, ત્યારે હિમાલય શણગારના દર્શન કરી સૌ હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.

બોટાદ જીલ્લાનું સુપ્રસિદ્ધ તીર્થધામ અને કહેવાય છે કે, ક્ષધ્ધાનું બીજુ નામ એટલે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર, જ્યાં અલગ અલગ તહેવારો નિમિત્તે દાદાને ભવ્ય શણગાર કરવામાં આવતો હોઈ છે, ત્યારે હાલ ચાલી રહેલ ધનુરમાસ નિમિત્તે અને ખાસ દર શનિવારે દાદાને અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે, ત્યારે હાલ શિયાળો હોય અને હિમાલય તેમજ વિદેશમાં સ્નો-ફોલ થતો હોય જેને ધ્યાનમાં રાખી હનુમાનજી દાદાને મંદિર વિભાગ દ્વારા ભવ્ય હિમાલયનો શણગાર કરવામાં આવ્યો હતો. કષ્ટભંજન હનુમાનજી દાદાની મુર્તિની બાજુમાં આબેહૂબ હિમાલયના પહાડો બનાવામાં આવ્યા છે, જ્યાં મુર્તિ ઉપરથી સ્નો-ફોલનો અલભ્ય નજારો અને કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરી હરીભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Tags:    

Similar News