ડાંગ : કોરોના વોરિયર્સને અપાયું અદકેરું સન્માન, જિલ્લા કલેક્ટરના હસ્તે સન્માન કરાયું

વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને સફળ બનાવવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા આરોગ્ય કર્મચારીઓને સંગીતની સુરાવલીઓ સાથે અનોખુ સન્માન અપાયું હતું.

Update: 2021-10-22 10:21 GMT

પ્રજાજનોને કોરોનાની મહામારીથી સુરક્ષિત કરવાના ભાગરૂપે ભારત સરકાર, અને રાજ્ય સરકાર દ્વારા આદરાયેલા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને સફળ બનાવવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા આરોગ્ય કર્મચારીઓને સંગીતની સુરાવલીઓ સાથે અનોખુ સન્માન અપાયું હતું.

દેશમાં આજદિન સુધી આ મહાઅભિયાન અંતર્ગત 100 કરોડ લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરાયા છે, ત્યારે આ કપરી કામગીરીને પોતાના અને તેમના પરિવારજનોના જીવના જોખમે સેવા સુશ્રુષા કરી આ મહામારીથી પ્રજાજનોનું રક્ષણ કરનારા આરોગ્ય કર્મચારીઓનું આજે અદકેરું સન્માન કરાયું હતું.

ડાંગ જિલ્લામાં પણ કોરોનાના કપરા કાળમા ખડે પગે સેવા બજાવનારા સફાઈ કામદારથી લઈને તમામ મેડિકલ, પેરા મેડિકલ સ્ટાફ, મેડિકલ ઓફિસરો, આરોગ્ય વિભાગના કર્મયોગી, તથા પોલીસ અને વહીવટી તંત્રના કર્મયોગીઓએ વોરિયર તરીકે ભૂમિકા ભજવી છે. જેમનું પૂર્ણ માન સન્માન સાથે સન્માન કરતા ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ કોરોના રસીકરણ સહિત કોરોના કાળમાં આ કોરોના વોરિયર્સએ આપેલી આહુતિને બિરદાવી હતી.

Tags:    

Similar News