The Kashmir Files' માટે ગુજરાતી ડાયરેક્ટરે પોતાની ફિલ્મ તમામ થિયેટરોમાંથી પાછી ખેંચી.

11 માર્ચે 'The Kashmir Files' રિલીઝ થઈ છે અને ત્યારથી બોક્સઓફિસ પર સારો દેખાવ કરી રહી છે.

Update: 2022-03-16 08:01 GMT

11 માર્ચે 'The Kashmir Files' રિલીઝ થઈ છે અને ત્યારથી બોક્સઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. જેને લઈને ગુજરાતી ફિલ્મ 'પ્રેમ પ્રકરણ'ના પ્રોડ્યુસરે ફિલ્મ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો જેથી 'The Kashmir Files'ને વધુ શો મળી શકે. જાણીતી ગુજરાતી ફિલ્મ પ્રેમ પ્રકરણના પ્રોડ્યુસરે થિયેટરોમાંથી પોતાની ફિલ્મ પાછી ખેંચી લીધી છે. જેથી દર્શકો ખુલ્લા દિલે The Kashmir Files જોઈ શકે. મહત્વનું છે કે, 11 માર્ચે The Kashmir Files રિલીઝ થઈ છે અને ત્યારથી બોક્સઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રેમ પ્રકરણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે પરંતુ અમારા પ્રોડ્યુસરે ફિલ્મ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે.

'પ્રેમ પ્રકરણ'ના પ્રોડ્યુસર-ડાયરેક્ટર ચંદ્રેશ ભટ્ટ જણાવ્યું હતું કે, ફિલ્મમેકર અને ભારતીય તરીકે મને લાગે છે ધ કાશ્મીર ફાઈલ્સ માત્ર ફિલ્મ નહીં તેનાથી પણ વિશેષ છે. મારી ફિલ્મ ગુજરાતી છે તેમ છતાં તેને હાલ થિયેટરમાંથી ઉતારી લેવાનો નિર્ણય કરીને અમે ધ કાશ્મીર ફાઈલ્સનો માર્ગ મોકળો કરી રહ્યા છીએ જેથી તેને વધુ શોઝ મળી શકે. આ રીતે અમે નાનકડું યોગદાન આપી રહ્યા છીએ. મારી ફિલ્મ બોક્સઓફિસ પર સારી કમાણી કરી રહી હતી પરંતુ અમે થોડા સમય બાદ થિયેટરોમાં વાપસી કરીશું.

Tags:    

Similar News