ગાંધીનગર: કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાયા,CR પાટીલે પહેરાવ્યો ખેસ

શ્વેતા બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, રાજકીય લાઈફ મારી રીતે પસંદ કરી છે. હું એજ્યુકેટેડ છું અને એક્ટિવ પોલિટિક્સમાં કામ કરવા માંગું છું.

Update: 2022-06-02 06:56 GMT

કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું.શ્વેતા બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, રાજકીય લાઈફ મારી રીતે પસંદ કરી છે. હું એજ્યુકેટેડ છું અને એક્ટિવ પોલિટિક્સમાં કામ કરવા માંગું છું. મેં કોઈ કમિટમેન્ટ નથી આપ્યું અને લીધું પણ નથી. કોંગ્રેસમાંથી રાજીનામું આપવા પાછળ અનેક કારણો છે. આ એક એવી બોટ છે જેના પાંચ અલગ અલગ ચાલકો છે. ત્યાં મેનેજમેન્ટની કમી છે. દરેક કાર્યકરને સમાન ગણવામાં આવતા નથી તે કોંગ્રેસની સૌથી મોટી કમી છે.તો બીજી તરફ કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાય રહ્યા છે અને તેઓ રોડ શો દ્વારા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા

Tags:    

Similar News