ગાંધીનગર: વિધાનસભાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ધૂળેટીના પર્વની ઉજવણી, ધારાસભ્યો જોવા મળ્યા ઉત્સવના માહોલમાં

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપના તમામ ધારાસભ્યો જોડાયા હતા

Update: 2023-03-07 12:11 GMT

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપના તમામ ધારાસભ્યો જોડાયા હતા

Full View

ગુજરાત વિધાનસભાના સત્ર આયોજન અગાઉ ધુળેટી પર્વની ઉજવણી માટે તૈયારી કરવામાં આવી હતી. સત્ર શરૂ થતાં અગાઉ વિધાનસભા બહાર ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌપ્રથમવાર તહેવારની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. હોળીની ઉજવણીમાં ભાજપના તમામ ધારાસભ્યો જોડાયા હતા જો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ આ ઉજવણીનો બહિષ્કાર કર્યો હતો.ભાજપના તમામ ધારાસભ્યોએ ધૂળેટીના પર્વની રંગ ગુલાલ સાથે ઉજવણી કરી.

ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત વિધાનસભા પરિસરમાં ધારાસભ્યો અને મંત્રીઓ ધૂળેટી રમ્યા હતા. વિધાનસભા પરિસરમાં ધારાસભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં નેચરલ કલર અને કેસૂડાના ફૂલથી ધૂળેટી રમી હતી.

Tags:    

Similar News