ગુજરાત: ગ્રામપંચાયતની ચૂંટણીને લઈ મોટા સમાચાર વાંચો શું લેવાયો નિર્ણય !

Update: 2021-10-15 09:14 GMT

ગુજરાતમાં આગામી વર્ષ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે તે પહેલા રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ તેવા ભણકારા વાગી રહ્યા છે, મહત્વનું છે કે ચૂંટણી પહેલા રાજ્યમાં મંત્રી મંડળથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે ત્યારે હવે આ વર્ષના અંત સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ તેવું લાગી રહ્યું છે. એવામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે.

ચૂંટણી પંચ દ્વારા આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહીં થાય તેવો નિર્દશ કર્યો છે. આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે EVM મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાય તેવી જાહેરાત કરવામાં આવી છે. મહત્વું છે કે રાજ્યમાં આગામી સમયમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે 1 લાખ 25 હજાર બેઠક પર બેઠક પર ચૂંટણીને લઈને આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં તાજેતરમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીઓ સંપન્ન થઇ છે અને તેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ પડકાર બનીને આવી છે.રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણીઓ માટેની તૈયારી શરૂ કરી છે.

રાજ્ય સરકારે રોટેશન રિપોર્ટ એટલે કે સામાન્ય બેઠક, મહિલા અનામત, એસસી-એસટી અનામત સહિતની બેઠકોની જાણકારી ચૂંટણી પંચને આપી છે. આ ચૂંટણી પંચ કોરોના ગાઇડલાઇન પ્રમાણે થવાની છે. પંચાયતોની ચૂંટણી માટે ઓક્ટોબરના મધ્યમાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારબાદ નવેમ્બરમાં ચૂંટણી પંચ ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે. ભાજપ આ વખતે નો રિપીટ થિયરી અપનાવશે, એટલે કે ગઇ ચૂંટણીમાં ભાજપ સમર્થિત જે સરપંચ હશે તેને બદલીને નવો ચહેરો મૂકવામાં આવશે. રાજ્ય સરકારે સમરસ ગ્રામ પંચાયત કરવા માટેના પ્રયાસો પણ શરૂ કરી દીધા છે.

Tags:    

Similar News