જામનગર : રૂ. 1 કરોડના ખર્ચે અતિ જૂની સરકારી લાયબ્રેરીનું કરાશે આધુનિકરણ…

જામનગરના લાખોટા તળાવે આવેલ અતિ જૂની સરકારી લાયબ્રેરીનું રૂપિયા 1 કરોડના ખર્ચે આધુનિકરણ કરવામાં આવશે,

Update: 2023-03-10 08:05 GMT

જામનગરની અતિ જૂની સરકારી લાયબ્રેરીનું રૂપિયા 1 કરોડના ખર્ચે તંત્ર દ્વારા આધુનિકરણ કરવામાં આવશે, ત્યારે જિલ્લા સરકારી પુસ્તકાલયને સંપૂર્ણ કોમ્પ્યુટરરાઇઝ સાથે અનેક સુવિધાઓ આપવામાં આવનાર છે. જામનગરના લાખોટા તળાવે આવેલ અતિ જૂની સરકારી લાયબ્રેરીનું રૂપિયા 1 કરોડના ખર્ચે આધુનિકરણ કરવામાં આવશે, તેવી ખાતરી વિધાનસભામાં મંત્રીએ આપતા શહેરના લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

Full View

જામનગર શહેરની અતિ પ્રાચીન જિલ્લા સરકારી પુસ્તકાલયને ઘણા સમયથી આધુનિકરણ કરવાની અને બિલ્ડિંગને રિનોવેશન કરવાની માંગ કરવામાં આવી હતી. આ દરમ્યાન શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આ અંગે વિધાનસભામાં પ્રશ્ન પૂછતા કેબિનેટ મંત્રી મુળુ બેરાએ જામનગરની લાયબ્રેરી વિષે કહ્યું હતું કે, તેને રૂપિયા 1 કરોડના ખર્ચે કોમ્પ્યુટરરાઇઝ કરવામાં આવી રહી છે, તેમજ લાયબ્રેરીનું આધુનિકરણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત સરકારી લાયબ્રેરી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાંચન માટે આવે છે, ત્યારે અલગ અલગ રૂમની ફાળવણી જેવી અનેક સુવિધાઓ અહી ઉપલબ્ધ કરવામાં આવનાર છે.

Tags:    

Similar News