જામનગર : નગરસેવિકાનું સેવા કાર્ય, વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓ માટે 10 હજાર માળાનું વિતરણ કરાયું...

જામનગર ખાતે મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા ચકલીઓ માટે 10 હજાર જેટલા માળાનું લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

Update: 2022-03-20 11:51 GMT

આજે તા. 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા રહ્યા છે, ત્યારે જામનગર ખાતે મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા ચકલીઓ માટે 10 હજાર જેટલા માળાનું લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

જામનગર શહેરના વોર્ડ નં. 2ના મહિલા કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા તેમને મળતા કોર્પોરેટર તરીકેના ભથ્થામાંથી છેલ્લા 5વર્ષથી વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લોકોને વિનામૂલ્યે ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવે છે, ત્યારે આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં 10 હજાર જેટલા ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીના કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News