જુનાગઢ : કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ આવ્યા જામકાની મુલાકાતે, ગૌ આધારિત ખેતી વિશે કર્યો સંવાદ

કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ જુનાગઢ જિલ્લાના જામકા ગામની મુલાકાતે આવ્યા હતા,

Update: 2023-02-24 10:16 GMT

કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ જુનાગઢ જિલ્લાના જામકા ગામની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ ગૌ આધારિત ખેતી કરતાં ખેડૂતો સાથે સંવાદ યોજી ખેતી વિશે માહિતી મેળવી હતી.

છેલ્લા ઘણા સમયથી ગૌ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે જુનાગઢ જિલ્લાના જામકા ગામે ગૌ આધારિત ખેતી કરતા ખેડૂતો સાથે કેન્દ્રના રાજ્ય કક્ષાના નાણા મંત્રી ભાગવત કરાડએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેઓએ ગૌ આધારિત ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું હતું.

Full View

અત્રે મહત્વનુ છે કે, જામકા ગામના પરષોત્તમ સિદપરા છેલ્લા 20 વર્ષથી ગૌ આધારિત ખેતી કરી રહ્યા છે. ઉપરાંત તેઓ અન્ય ખેડૂતોને ગૌ આધારિત ખેતી તરફ વાળવા પ્રોત્સાહન પણ આપી રહ્યા છે. પરષોત્તમ સિદપરા પોતાની 30 વીઘા જમીન ઉપરાંત અન્ય ખેડૂતોની જમીન રાખી કુલ 180 વીઘા જમીનમાં પપૈયા, તરબૂચ, શેરડી સહિતના અન્ય વિવિધ પાકની ગૌ આધારિત ખેતી કરી રહ્યા છે.

Tags:    

Similar News