પૂર્વ ધારાસભ્યનો પુત્ર કેવલ જોષીયારા જોડાશે ભાજપમાં

કેવલ જોષીયારા વિધિવત રીતે તા. 24 મે ના રોજ 1500 થી વધુ કાર્યકરો સાથે પ્રદેશ પ્રમુખ પાટીલના હસ્તે ભિલોડામાં કેસરીયો ધારણ કરવાના જઈ રહ્યો છે.

Update: 2022-05-21 06:00 GMT

ભિલોડાના પૂર્વ ધારાસભ્ય સ્વ. અનિલભાઈ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા વિધિવત રીતે તા. 24 મે ના રોજ 1500 થી વધુ કાર્યકરો સાથે પ્રદેશ પ્રમુખ પાટીલના હસ્તે ભિલોડામાં કેસરીયો ધારણ કરવાના જઈ રહ્યો છે. આમ એક પછી એક કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી રહયા છે.

કેવલ જોષીયારા જણાવ્યું કે હું કોઈપણ જાતના વિધાનસભાની ટિકિટ સોદા વગર પોતાની વિચારસરણીથી ભાજપમાં જોડાઈ રહ્યો છું અને ભિલોડા તેમજ મેઘરજ તાલુકાનો વિકાસ થાય તે મારું મુખ્ય લક્ષ્ય રહેશે. અનિલ જોષીયારાના પુત્ર ભાજપમાં જોડાયા હોવાની સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થયા કોંગ્રેસમાં સોંપો પડી ગયો હતો. ભિલોડાની આર.જી. બારોટ બી.એડ કોલેજમાં 24 મેના રોજ યોજાનારા ભાજપના સંગઠનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, જિલ્લા પ્રભારી જયશ્રીબેન દેસાઈ ઉપસ્થિત રહેવાના હોવાથી અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ અને કાર્યકરો દ્વારા સંગઠનના કાર્યક્રમનો તખ્તો તૈયાર થઇ ચૂક્યો છે. ભિલોડાના સ્વ. ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્ર ભાજપમાં જોડાવાના હોવાની સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થતા કોંગ્રેસમાં સોંપો પડી ગયો હતો.

Tags:    

Similar News