ખેડા : રોડ સેફ્ટી અંગે જિલ્‍લા કલેકટરની અધ્‍યક્ષતામાં બેઠક યોજાય, RTO દ્વારા એકશન પ્‍લાન રજૂ કરાયો...

ખેડા જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા કલેકટર કચેરી ખાતે જિલ્‍લા રોડ સેફ્ટી અંગે બેઠક યોજાઇ હતી.

Update: 2022-05-11 13:10 GMT

ખેડા જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા કલેકટર કચેરી ખાતે જિલ્‍લા રોડ સેફ્ટી અંગે બેઠક યોજાઇ હતી. બેઠકમાં આરટીઓ કચેરી દ્વારા રોડ સેફ્ટી એકશન પ્‍લાન ૨૦૨૨-૨૩ રજૂ કરાયો હતો.

ખેડા જિલ્‍લામાં રોડ અકસ્‍માતો ઘટાડવા અંગે થયેલ કામગીરી તથા અકસ્‍માત નિવારવા અંગે જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીના અધ્‍યક્ષસ્‍થાને મળેલી બેઠકમાં વિવિધ ઉપાયોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં પાર્કીંગ ઝોન બનાવવો, ફૂટપાથ પરથી લારી ગલ્‍લા દૂર કરવા, વાહનોની ઓવરસ્‍પીડ, ચાલુ વાહને મોબાઇલ ઉપર વાતચીત, રખડતા ઢોરના નિયંત્રણ તેમજ અકસ્‍માત અંગે પ્રજામાં જનજાગૃતિ લાવવા અંગેની ચર્ચા-વિચારણ કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટર બચાણીએ જિલ્‍લામાં અકસ્‍માતો નિવારણ અંગે કયા પગલા લેવા જોઇએ અને અકસ્‍માત થયા બાદ કરવાની કામગીરી અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત નિયમીત અકસ્‍માતો થતા હોય તેવા સ્થળોએ સુરક્ષા સંબંધી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. આ બેઠકમાં પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, ડીઆરડીએના ડાયરેકટર, કાર્યપાલક ઇજનેર, ચીફ ઓફિસર, જિલ્‍લા શિક્ષણાધિકારી તથા આરટીઓ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News