ખેડા : કપડવંજ-ગળતેશ્વર તાલુકાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિર યોજાય...

Update: 2023-01-06 14:28 GMT

ખેડા જિલ્લાના નાયબ બાગાયત નિયામક દ્વારા કપડવંજ તથા ગળતેશ્વર તાલુકામાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે કપડવંજ તથા ગળતેશ્વર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, બાગાયત અધિકારી, સરપંચ, તલાટી, વિસ્તરણ અધિકારી (ખેતી), આત્મા પ્રોજેક્ટના પ્રતિનિધી, PMFMEના પ્રતિનિધી, પતંજલી ફુડ્સ લિ.(ઓઈલ પામ)ના પ્રતિનિધી તેમજ ગ્રામસેવક ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બંને તાલુકાના આત્મા પ્રોજેક્ટના પ્રતિનિધીઓ દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવેલ હતી તેમજ પ્રાકૃતિક ખેતીના લાભ અને તેના પાકની ગુણવત્તામાં થતા વધારા વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. આ ઉપરાંત પતંજલી ફુડ્સ લિ.(ઓઈલ પામ) દ્વારા ઓઈલપામની ખેતી પધ્ધતિ તેમજ ઓઈલપામની બાયબેક પોલિસી વિશે માહિતી આપવામાં આવેલ હતી. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડુત દ્વારા બાગાયતી પાકોમાં ગાય આધારિત ખેતી તેમજ ઓર્ગેનિક ખેતીથી સફળતા મળે તેની માહિતી આપવામાં આવેલ હતી, તેમજ ખેડુતો દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશનો સ્ટોલ બનાવવામાં આવેલ જેમાં રીંગણ (ડોલી-5) અને ઘઉં મુકવામા આવેલ હતાં. જેની તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય અધિકારીશ્રી અને ખેડુતમિત્રો દ્વારા મુલાકાત લેવામાં આવેલ જેનાથી અન્ય ખેડુતોને પ્રોત્સાહન મળેલ હતું.

Tags:    

Similar News