ખેડા : પુનાજ કુંજરા ગ્રામ પંચાયતના નવા મકાનનું ભૂમિપૂજન કરાયું...

ખેડા જિલ્લાના માતર તાલુકાના પુનાજ કુંજરા ગામે નવીન ગ્રામ પંચાયતના મકાનનું મહાનુભાવોના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.

Update: 2022-03-29 09:47 GMT

ખેડા જિલ્લાના માતર તાલુકાના પુનાજ કુંજરા ગામે નવીન ગ્રામ પંચાયતના મકાનનું મહાનુભાવોના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.

મનરેગા યોજના અંતર્ગત ખેડા જિલ્લાના મંજૂર થયેલા કામો અંતર્ગત અંદાજે રૂા.૧૪ લાખનાં ખર્ચે તૈયાર થનાર ગ્રામ પંચાયત ભવનનું ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બાબુ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ વર્ષા રાઠોડ, સરપંચ રાકેશ પરમાર તથા આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News