કચ્છ : મુન્દ્રાથી ઝ્ડપાયેલ 3 ટન હેરોઈનનો નાશ કરાશે, દેશમાં પ્રથમવાર આટલા હજાર કરોડનો ડ્રગ્સ સળગાવાશે

Update: 2022-03-05 03:42 GMT

અદાણી મુંદ્રા પોર્ટમાં થયેલા દેશના સૌથી મોટા હેરોઈન ડ્રગ્સ સીઝર બાદ હવે તેનો નાશ કરવાની પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવાયો છે. કોર્ટના આદેશ બાદ પરીક્ષણ સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કરાઈ છે ત્યારે હવે સંભવત આ મહિનાના અંત સુધીમાં તેને આગના હવાલે કરી નાશ કરી દેવાશે.

આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સના જથ્થાનો નાશ તે સંભવત સમગ્ર વિશ્વ માટે પ્રથમ ઘટના બની રહેશે. સપ્ટેમ્બર,2021ના અદાણી મુંદ્રા પોર્ટ ખાતે ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ઈનપુટના આધારે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન પોર્ટ થઈને આવેલા બે કન્ટેનર રોકીને તપાસ કરાવી હતી. જેમાં ટેલ્કમ પાવડર હોવાનું ડિક્લેરેશન હતું પરંતુ તપાસ કરતા હેરોઈન ડ્રગનો જથ્થો હોવાનું ખુલતા, દેશના ઇતિહાસમાં સૌથી મોટું 3 ટન હેરોઈનનું સીઝર કરાયું હતું, જેની કિંમત 21 હજાર કરોડ રુપિયા હોવાનો અંદાજ લગાવાયો હતો. એનઆઈએની વિશેષ કોર્ટે આ જથ્થાનો નાશ કરવા ગત મહિને આપેલા આદેશ બાદ વિશેષ ટીમનું ગઠન કરાયું હતું, જેણે આ સમગ્ર પ્રક્રિયાને નિયમાનુસાર પાર પાડવાનું નિરીક્ષણ હાથ ધર્યું હતું.

Tags:    

Similar News