કચ્છ : અકસ્માતમાં શ્વાનને થઇ ઇજા, જુઓ વન કર્મીએ કેવી રીતે તેને ચાલતો કર્યો

માંડવીના કાઠડા ગામમાં રહેતાં વનકર્મીના એક વિચારે અકસ્માતમાં ઘવાયેલાં શ્વાનને દોડતો કરી દીધો છે....

Update: 2022-01-24 12:31 GMT

માંડવીના કાઠડા ગામમાં રહેતાં વનકર્મીના એક વિચારે અકસ્માતમાં ઘવાયેલાં શ્વાનને દોડતો કરી દીધો છે....

માંડવી તાલુકાના કાઠડા ગામમાં રહેતા અને વનવિભાગમાં ફરજ બજાવતા નવીનભાઈ ચારણ દ્વારા અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા શ્વાનો માટે વ્હીલચેર બનાવીને તેમને ફરીથી ચાલતા કરવામાં આવી રહ્યા છે.પીવીસીના પાઈપ તથા નાના પૈડાંની મદદથી આ વ્હીલચેર તૈયાર કરવામાં આવી છે. આજે લોકો વાહનો તેજ ગતિએ હંકારી રહ્યા છે ત્યારે આ વાહનોને અડફેટે પશુઓ આવી જઇને ઘાયલ થતાં હોય છે અથવા મોતને ભેટતા હોય છે. આવા લાચાર બનેલા પશુઓની મદદે નવીનભાઇ ચારણ આવ્યાં છે. હાલ શિયાળામાં શ્વાનો ગાડીની નીચે આરામ કરતા હોય છે ત્યારે તેમના પર ગાડી ફરી જતી હોય છે જેના લીધે તેઓ ઈજાગ્રસ્ત બને છે. અને તેઓ ચાલી નથી શકતા. તેઓને ચાલવામાં તકલીફ ના પડે તે માટે આવી વ્હીલચેર બનાવાઈ છે જેની મદદથી શ્વાનો મહિનાની અંદર સાજા થઈ જાય છે.

Tags:    

Similar News