કચ્છ : ભુજ પાલિકાની તિજોરી તળિયાઝાટક, બાકી વેરો ભરવા પતંગના માધ્યમથી અપીલ

કચ્છ જિલ્લાના વડામથક ભુજમાં પાલિકાની તિજોરી તળિયાઝાટક છે ત્યારે લોકો બાકી રહેલો વેરો ભરી જાય તે માટે પાલિકા સત્તાધીશોએ નવતર અભિગમ અપનાવ્યો છે.

Update: 2022-01-13 11:01 GMT

કચ્છ જિલ્લાના વડામથક ભુજમાં પાલિકાની તિજોરી તળિયાઝાટક છે ત્યારે લોકો બાકી રહેલો વેરો ભરી જાય તે માટે પાલિકા સત્તાધીશોએ નવતર અભિગમ અપનાવ્યો છે.

ભુજ નગરપાલિકાની તિજોરી તળિયાઝાટક થઈ છે ત્યારે પાલિકાએ વેરા વસુલાત માટે નવતર અભિગમ અપનાવ્યો છે.આવતીકાલે ઉત્તરાયણને લઈને બજારમાં પતંગ અને ફિરકીની ખરીદી માટે લોકો આવી રહ્યા છે ત્યારે આ તકનો લાભ પાલિકા સત્તાધીશોએ ઉઠાવ્યો છે. પાલિકાની ટીમો ભુજ શહેરના ઠેરઠેર પતંગના સ્ટોલ પર પહોંચી હતી. પતંગના સ્ટોલ્સ તથા પતંગોની ઉપર સ્ટીકર્સ લગાડવામાં આવ્યાં છે. જેમાં નગરજનોને પોતાની બાકી પડતી વેરાની રકમ પાલિકામાં જમા કરાવી દેવા માટે અપીલ કરાય છે. પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે, શહેરમાં આવેલા પતંગના સ્ટોલ પર જઈ વેરાની અપીલ માટેના સ્ટીકર લગાડવામાં આવ્યા છે. પતંગ મારફતે લોકો સુધી વેરા વસુલાતની વાત પહોંચાડવા માટે આ કાર્ય કરવામાં આવ્યું છે.

Tags:    

Similar News