કરછ: ભુજમાં રૂ.200 કરોડના ખર્ચે નિર્માણ પામેલ હોસ્પિટલનું આવતીકાલે પી.એમ.મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ

કચ્છવાસીઓને આરોગ્યની સારી સેવાઓ મળે એ માટે ભુજમાં રૂ.200 કરોડના ખર્ચે કે.કે.પટેલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી

Update: 2022-04-13 15:59 GMT

કચ્છવાસીઓને આરોગ્યની સારી સેવાઓ મળે એ માટે ભુજમાં રૂ.200 કરોડના ખર્ચે કે.કે.પટેલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે જેનું આવતીકાલે પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમા ઉદ્ઘાટન કરવામાં આવશે.

કચ્છના ભુજમાં કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણ માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. આવતીકાલે તા. 15 એપ્રિલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણની સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે તે પૂર્વે આજે બુધવારે જિલ્લા મથકે પ્રજાસત્તાક પરેડ જેવી આરોગ્ય યાત્રા નીકળી હતી.શરીરના રોગો-તંદુરસ્તી અને આરોગ્યક્ષેત્રે થયેલી નવિનત્તમ શોધોને લોકો સુધી પહોંચાડવાના આશયથી લેઉવા પટેલ કન્યા સંસ્કારધામથી આરોગ્યયાત્રા નીકળી હતી.આવતીકાલે લોકાર્પણના દિવસે ચોવીસીના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં હાજરી આપશે વાતાનુકૂલિત વિશાળ સભામંડપમાં 40 હજાર ખુરશીઓ સાથેની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. પ્રસાદ માટે 3 પ્રસાદાલય બનાવાશે. તા.17ના રોજ ડાયરાનું આયોજન કરાયું છે. આ હોસ્પિટલમાં અમદાવાદની ખ્યાતનામ સિમ્સ હોસ્પિટલના તજજ્ઞો સેવા આપવાના છે જેથી કચ્છનાં લોકોને સ્થાનિક સ્તરે જ અમદાવાદ જેવી આરોગ્યસેવાઓ મળી રહેશે.

Tags:    

Similar News