પંચમહાલ : NCC-ડેની ઉજવણીના ભાગરૂપે ગોધરા ખાતે યોજાય રક્તદાન શિબિર, કેડેટ્સ સહિત અધિકારીઓએ કર્યું રક્તદાન

દેશના યુવાનોને એકત્રિત કરી તેમની શક્તિને સાચી દિશામાં વાળવા માટે એનસીસીની સ્થાપના 1948માં કરાય હતી

Update: 2021-11-24 07:05 GMT

ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા તારીખ. 19થી 25મી નવેમ્બર સુધી એક પખવાડિયાના એનસીસી-ડેના ભાગરૂપે અને ડી.જી. એનસીસીના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ રેડક્રોસ સોસાયટીમાં એનસીસીના 43 કેડેટ્સ સહિત ઓફીસર, જીસીઓએસ, એનસીઓએસ, સિવિલ સ્ટાફ દ્વારા રક્તદાન શિબિરના આયોજનમાં 30 યુનિટ બોટલ એકત્રિત કરવામાં આવી હતી.

દેશના યુવાનોને એકત્રિત કરી તેમની શક્તિને સાચી દિશામાં વાળવા માટે એનસીસીની સ્થાપના 1948માં કરાય હતી. જેનો નવેમ્બરમાં 73માં વર્ષમાં પ્રવેશ થતા ગુજરાત બટાલિયન દ્વારા તારીખ. 19થી 25મી નવેમ્બર સુધી એક પખવાડિયા ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડી.જી. એનસીસીના માર્ગદર્શન હેઠળ ગુજરાત એનસીસી ડાયરેક્ટરના ગાઈડલાઈન પ્રમાણે ગોધરા ખાતે આવેલ રેડક્રોસ સોસાયટીમાં એનસીસીના 43 કેડેટ સહિત ઓફીસર, જીસીઓએસ, એનસીઓએસ, સિવિલ સ્ટાફ મળી કુલ 30 યુનિટ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રક્તદાન શિબિરમાં 30 ગુજરાત બટાલિયન એનસીસીના કર્નલ કિરીટ કે. નાયર, એસ.એમ.સૂબેદાર, મેજર લક્ષ્મણસિંહ, અંડર કમાન્ડિંગ ઓફિસર એસ.બી.સસલાતી સહિત એનસીસી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Tags:    

Similar News