મોરબી ન.પા.ના ચીફ ઓફિસર સામે એક્શનમાં આવી પોલીસ, વાંચો શું થઈ રહી છે કાર્યવાહી

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાએ રાજ્યભરમાં ભારે હાહાકાર મચાવી દીધો છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.

Update: 2022-11-02 11:26 GMT

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાએ રાજ્યભરમાં ભારે હાહાકાર મચાવી દીધો છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. જે ગોઝારી ઘટના બાદ પોલીસ કાર્યવાહી નો ધમધમાટ પણ શરૂ કર્યો છે જેમાં સિક્યુરિટી ગાર્ડ સહિતના 9 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. જે સમગ્ર ઘટના બાદ મુખ્યમંત્રી થી લઈ વડાપ્રધાન મોદી સહિત દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી છે.

મોરબી દુર્ઘટના બાદ પોલીસની કાર્યવાહીનો ધમધમાટ ચાલુ છે.મોરબી દુર્ઘટના બાદ પોલીસની કાર્યવાહીનો ધમધમાટ યથાવત છે. ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા ની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહની પૂછપરછમાં મોટું રહસ્ય ખુલવાની પણ ચર્ચા વહેતી છે. અગાઉ ચીફ ઓફિસરે દાવો કર્યો હતો કે, ફિટનેસ સર્ટી વગર પુલ શરૂ કરવાનો. નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ અગાઉ વિવાદિત નિવેદન આપ્યું હતું કે, પુલ નું લોકાર્પણ ક્યારે થયું તેની ખબર નથી. જે નિવેદન બાદ તપાસનીશ અધિકારી ડી વાય એસ પી ઝાલા ની કચેરીએ ચીફ ઓફિસરની પૂછપરછ કરવામાં આવી છે. ચીફ ઓફિસરની તપાસને લઈ વિવિધ તર્ક-વિતર્ક પણ શરૂ થયાં છે કે ચીફ ઓફિસરની પૂછપરછમાં દુર્ઘટનાને લઈ મોટી વિગતો સામે આવે છે કે કેમ. લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે ત્યારે હવે પોલીસ પણ એક્શનમાં આવી છે

Tags:    

Similar News