ભાજપ અધ્યક્ષ C.R.પાટીલના પુત્રની રાજકીય એન્ટ્રી, ABVPના બન્યા ઉમેદવાર

આગામી 14 ઓગસ્ટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી યોજાઈ રહી છે. જેને લઈ જનરલ તથા ડોનર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

Update: 2022-07-25 10:52 GMT

સુરતમાં આગામી દિવસમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી યોજાઈ રહી છે. આ સેનેટ ચૂંટણીમાં સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલ ડોનર સીટ પરથી ABVPના ઉમેદવાર બન્યા છે. તો બીજી વાત એ કે, આમ આદમી પાર્ટી પણ આ વખતે સેનેટ ચૂંટણી મેદાનમાં હોય અરવિંદ કેજરીવાલ આ ચૂંટણીમાં સીધો રસ લઈ રહ્યા છે.

સુરતમાં આગામી 14 ઓગસ્ટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી યોજાઈ રહી છે. જેને લઈ જનરલ તથા ડોનર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલ ડોનર સીટ પરથી ABVPના ઉમેદવાર જાહેર થયા છે. આ તરફ હવે સેનેટ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે.ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો પુત્ર જીગ્નેશ પાટીલે પણ આ વખતે VNSGU સેનેટ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. જનરલ તથા ડોનર ઉમેદવારોની જે યાદી જાહેર કરી તેમાં જીગ્નેશ પાટીલ ડોનર સીટ ઉપરથી ABVPના ઉમેદવાર જાહેર થયો છે. મળતી વિગતો મુજબ આમ આદમી પાર્ટી આ વખતે સેનેટની ચૂંટણી લડવાની છે. જેને લઈ આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ ચૂંટણીમાં સીધો રસ લઈ રહે છે

Tags:    

Similar News