રાજકોટ: ગોંડલ ચોકડી ખાતે તૈયાર થયેલા 6 લેન ઓવરબ્રિજનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

Update: 2023-03-05 16:02 GMT

રાજકોટ જિલ્લાને માર્ગ-પરિવહન લોકાર્પણક્ષેત્રે વધુ એક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે આશરે રૂપિયા ૮૯ કરોડના ખર્ચે ગોંડલ ચોકડી ખાતે તૈયાર થયેલા સિકસ લેન ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું.

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત આ ૧.૨૦ કિલોમીટર લાંબા સિકસ લેન ઓવરબ્રિજને કારણે રાજકોટ - જેતપુર - ગોંડલ સહિત અમદાવાદ, પોરબંદર અને સોમનાથની મુસાફરી વધુ સુગમ બનશે. .

આ ફ્લાયઓવરના નિર્માણથી ભારે ટ્રાફિકની સમસ્યા હળવી થવા સાથે મુસાફરી ઝડપી બનશે અને લોકોની સુવિધામાં વધારો થશે.

Tags:    

Similar News