મોરબી ગોઝારી ઘટના સંદર્ભે ભરૂચ જિલ્લા કોંગ્રેસે યોજી કેન્ડલ માર્ચ, મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા...

Update: 2022-10-31 16:35 GMT

મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં 190થી વધુ લોકોના મોત

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાય કેન્ડલ માર્ચ

2 મિનિટના મૌન દ્વારા મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

મોરબી ખાતે સર્જાયેલી ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજાય હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કેન્ડલ માર્ચ પાંચબત્તી ખાતે પહોચી હતી, જ્યાં 2 મિનિટના મૌન દ્વારા મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મોરબી ખાતેની ઘટનાને વખોડતા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ ઘટનામાં જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવા તેમજ મૃતકોના પરીવારજનોને ન્યાય મળે તેવી કોંગ્રેસે માંગ કરી કરી હતી. કેન્ડલ માર્ચ દરમ્યાન રાજસ્થાન સરકારના મંત્રી અને ભરૂચ લોકસભાનો ઓબ્ઝર્વર ગોવિંદરામ મેઘવાલજી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News