સાબરકાંઠા : વિજયનગરના કોડિયાવાડા માર્ગ પર ફેંકાયેલો સરકારી દવાનો જથ્થો મળી આવ્યો...

કોડિયાવાડા તરફ જતા માર્ગ પર હેર માતા મંદિર નજીકના વળાંકમાં સરકારી દવાનો મોટો જથ્થો ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવતા લોકોમાં અચરજ પામ્યા છે

Update: 2022-01-23 06:58 GMT

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના કોડિયાવાડા તરફ જતા માર્ગ પર હેર માતા મંદિર નજીકના વળાંકમાં સરકારી દવાનો મોટો જથ્થો ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવતા લોકોમાં અચરજ પામ્યા છે. જોકે, આગામી 6થી 8 મહિના બાદ એક્સપાયરી ડેટવાળી મોંઘી દવાનો મોટો જથ્થો કચરા ભેગો કરાયો હોવાથી લોકોમાં અનેક તર્કવિતર્ક સાથે સવાલો ઉભા થયા છે.

વિજયનગરના જોડ જંગલના માર્ગ નજીક ફેંકી દેવાયેલા બાયો મેડિકલ વેસ્ટના સમાચારોની હજી શાહી સુકાઈ નથી, ત્યાંજ હેર માતા મંદિર નજીક વળાંકમાં રસ્તાની બાજુમાં સરકારી દવાખાનામાં મળતી દવાઓનો જથ્થો મળી આવતા લોકોમાં અચરજ થયું છે. જેમાં તમામ દવા, ગોળી, સિરપ સહિત સરકારી દવાખાનામાં જતા દર્દીઓને મફત અપાતી ટેબલટ અને નાની દવાઓની બોટલોમાં ગોળીનો જથ્થો મળી આવ્યો છે. સરકાર તરફથી દર્દીઓને અપાતી આ દવાઓ કોણે અને શા માટે આમ રસ્તામાં કચરાભેગી કરી છે, તે હાલ તપાસનો વિષય છે. આમાંથી હજુ કોઈ દવાની એક્સપાયરી ડેટ પણ પુરી થઈ નથી, ત્યારે વપરાશમાં લેવા પાત્ર સરકારી દવાઓનો જથ્થો ફેકવાનો આશય શુ હશે, એ પણ તપાસનો વિષય છે. તાજેતરમાં જોડ જંગલમાં ફેંકી દેવાયેલ બાયો મેડિકલ વેસ્ટ અંગે ભારે ઊહાપોહ થયો, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા દૂર કરવાને બદલે જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા કબજો કરાયો હતો. એ બાબત પણ ચર્ચાસ્પદ બની હતી. હાલ પણ સરકારી દવાખાનામાં વપરાતી ગોળી ફેંકી દેવાયાની આ ઘટનામાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી સત્ય બહાર લાવશે કે, કેમ તેવા લોકોના મનમાં પ્રશ્નો ઉદભવી રહ્યા છે.

Tags:    

Similar News