સુરત : નિ:શુલ્ક કૃત્રિમ હાથ-પગ બેસાડી આપવા માટેના કેમ્પનું સ્વામિનારાયણ ગોકુલધામ-નાર દ્વારા આયોજન

સ્વામિનારાયણ ગોકુલધામ-નાર દ્વારા સમાજમાં ધર્મ, જ્ઞાતિ, પંથના ભેદભાવ વિના વિવિધ સ્વરૂપે દરેક સમાજને મદદ કરવામાં આવી રહી છે.

Update: 2022-11-26 09:35 GMT

સ્વામિનારાયણ ગોકુલધામ-નાર દ્વારા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપુર ખાતે અંજુમન હાઈસ્કૂલમાં નિ:શુલ્ક કૃત્રિમ હાથ-પગ બેસાડી આપવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વામિનારાયણ ગોકુલધામ-નાર દ્વારા સમાજમાં ધર્મ, જ્ઞાતિ, પંથના ભેદભાવ વિના વિવિધ સ્વરૂપે દરેક સમાજને મદદ કરવામાં આવી રહી છે. અકસ્માતે હાથ અને પગ ગુમાવનાર લોકોને આ સંસ્થા મદદ કરે છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપુર ખાતે અંજુમન હાઈસ્કૂલમાં તા. ૦૪.૧૨.૨૦૨૨ના રોજ સવારે ૯.૦૦થી સાંજના ૪.૦૦ કલાક સુધી નિ:શુલ્ક કૃત્રિમ હાથ-પગ બેસાડી આપવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં હાઇટેક પ્રોસ્થેટિક લિમ્સની સાથે પોલીયોગ્રસ્ત જરૂરિયાતમંદોને કેલીબર પણ અર્પણ કરવામાં આવશે. આવા દર્દીઓએ રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર 9875013038 ઉપર નામ નોંધણી કરાવવા સંસ્થાના હરિકૃષ્ણ સ્વામીએ જરૂરિયાતમંદોને અપીલ કરી છે.

Tags:    

Similar News