ગુજરાતમાં ઠેર ઠેર કમોસમી વરસાદ, ખેતીના પાકને વ્યાપક નુકશાનની ભીતિ

ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાનની શક્યતા સેવાય રહી છે

Update: 2023-01-28 08:48 GMT

ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાનની શક્યતા સેવાય રહી છે

Full View

રાજ્યમાં એક બાજુ ગુલાબી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા છે ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે, જેને પગલે ભરૂચ,ભાવનગર, આણંદ, ખેડા, દાહોદ, અરવલ્લી અને પંચમહાલ સહિતના પથંકમાં આજે વહેલી સવારે માવઠું પડ્યું હતું, જેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો તેમજ ખેડૂતોના ઊભા પાકમાં પણ નુકસાનની ભીતિ જોવા મળી રહી છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં બે દિવસમાં વરસાદ વરસે એવી શક્યતા વ્યક્ત કરાઈ હતી. ત્યારે આજે શનિવારે વહેલી સવારે જ કમોસમી વરસાદ વરસ્યો હતો, જેથી ગુલાબી ઠંડી વચ્ચે પડેલા વરસાદને પગલે લોકોને સ્વેટરની સાથે સાથે રેઈનકોટ પણ પહેરવાની ફરજ પડી રહી હતી.કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાની ની શક્યતાઓ સેવાય રહી છે 

Tags:    

Similar News